દક્ષીણ અમેરીકા પ્રવાસ – ભાગ ૧: રીયો દી જાનેરો

જાન્યુઆરી 5, 2009

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)

જતા પહેલા…

દક્ષીણ અમેરીકા જવાનુ “નજીકના ભવીષ્ય”ના કામની યાદીમા નહતુ, પણ એક મીત્રના સુચનથી ડીસેમ્બર ‘૦૮ મા જ જવાનુ થયુ.  કામની વ્યસ્તતાને કારણે બ્રાઝીલ અને આર્જેન્ટીના વીશે બહુ સંશોધનના થઈ શક્યુ.  પોર્ટુગીઝ શીખવા માટે એક પુસ્તક અને ઓડીઓ સી.ડી. પણ વસાવી, પણ “Bom Dia”થી વધુ શીખવાનો સમયના મળ્યો.  બંને દેશોના વીઝા મેળવવા પ્રમાણમા સરળ રહ્યા.  આર્જેન્ટીનાના વીઝાતો પત્ર દ્વારાજ મળી ગયા.  બ્રાઝીલમા એમેઝોનના જંગલમા જવાનુ હોવાથી “પીળા જવર” (yellow fever) ની રસી મુકાવી.  ડોક્ટરે જ્યારે જણાવ્યુ કે જો પીળો જ્વર થાય તો બચવાની સંભાવના ૫૦% જ છે, ત્યારે આ જોખમ ઉપાડવાની થોડી મજા આવી (રસી સાથે રોગ લાગવાની સંભાવના નહીવત છે).  રાબેતા મુજબ ડોક્ટરે અમારા દોઢ વર્ષના પુત્ર – વેદ સાથે જવા અંગે ચેતવણી આપી.  અમે વેદ માટે પાણી અને ખોરાક અંગે પુરતી કાળજી લેવાની બાબતો ડોક્ટરને જણાવી.

બ્રાઝીલ – રેયો ડી જાનેરો
આખરે ડીસેમ્બર ૧૩, ૨૦૦૮ના રોજ હુ, પ્રીયા અને વેદ બ્રાઝીલ, રીયો ડી જાનેરો પહોંચ્યા.  બ્રાઝીલ નવી ઉગતી વૈશ્વીક આર્થીક તાકાતો (BRIC)નો એક ભાગ હોવાથી એ “ભારત જેવુ હશે” એવી ધારણા હતી.  રીયો પહોંચતા જ મન એ સરખામણી પર ઉતરી પડ્યુ. અમને લેવા માટે અમારા અંગ્રેજી બોલતા ગાઈડ અમારા નામનો કાગળ લઈને ઉભા હતા.  એરપોર્ટથી હોટેલ પર જતા એમણે રીયો અને બ્રાઝીલ અંગે પરીચય આપ્યો.  બ્રાઝીલમાં અમેરીકાની સરખામણીમાં, ભારતની જેમજ મોટરનુ કદ નાનું જોવા મળ્યુ, પણ ટ્રાફીક અને લોકો બેશક ભારત કરતા ઓછા હતા.  Infrastructure પણ ઘણુ વીકસીત જોવા મળ્યુ.  અમારી હોટેલ રીયોના કોપાકબાના બીચ પાસે હતી.  એ વીસ્તાર રીયોના દક્ષીણે આવેલો, પ્રવાસીઓ માટેનો ખાસ આકર્શક વીસ્તાર છે.

હોટેલ પર થોડા તાજામાજા થઈને તરત બહાર નીકળ્યા.  સાંકડી ફુટપાથો, ઘણા બધા લોકો, નાની દુકાનો, ફુટપાથો પર વસ્તુઓ વહેંચતા ફેરીયા – બધુ જોઈને મુંબઈ જેવું જ લાગ્યુ.   લોકોની ચામડીનો રંગ પણ આપણા લોકોને મળતો આવે, પરંતુ અત્યંત ગોરાથી માંડીને પુરેપુરા કાળા એવા બધાજ વર્ણના “shades” જોવા મળે.  એ પરથી એવુ લાગ્યુ કે વર્ણભેદ જેવું કશુ આ દેશમા નથી.

બ્રાઝીલ વીષુવવ્રુત્તીય વીસ્તારમાં આવેલો હોવાથી જાત-જાતના ફળોની અને ફળોના રસની દુકાનો ઠેર ઠેર મોજુદ હતી.  ખાસ કરીને અમને તાજા નાળીયેરમાં રસ પડ્યો – અમેરીકામાં તાજા નાળીયેર ક્યાંય મળતા નથી! પણ, રસ્તામા કે દુકાનમા કોઈને ઈંગ્લીશ આવડે નહી! અમે ઈંગ્લીશ-પોર્ટુગીઝ શબ્દકોશ સાથે લઈને ફરીએ, અને એક-એક શબ્દનુ ભાષાંતર કરી, લોકોને સમજાવીએ કે શું જોઈએ છે!  અમને પણ મજા પડે અને એમને પણ.

થોડીવારમા બ્રાઝીલના પ્રખ્યાત કોપાકબાના બીચ પર પહોંચ્યા.  ખ્યાતી સાંભળેલી એવીજ સુંદર છોકરીઓ જોવા મળી!  બીચ ઉપર વોલીબોલ અને ફુટબોલ પણ ઘણા લોકપ્રીય હતા.  મોટાભાગના લોકો સ્થાનીક હતા, પ્રવાસીઓ પ્રમાણમા ઓછા લાગ્યા.  દરીયાને લોકો મન ભરીને માણતા જોવા મળ્યા.  બીચ પર અને અન્યત્ર, મને છોકરીઓ વધુ ‘feminine’ અને છોકરાઓ વધુ ‘musculine’ લાગ્યા, અમેરીકાની સરખામણીમા.  અહીંનો સામાજીક ઢાંચો એવો છે કે લોકો પોતાની sexuality વીશે વધુ જાગ્રુત, સજાગ અને સહજ છે.  મોટી ઉંમરની સ્ત્રીઓ પણ dressing sense ની બાબતમા ઘણી સજાગ અને ઉત્સાહી જોવા મળી.  sexuality જ્યારે સહજ બની જાય ત્યારે લાખો લોકોના મગજ ઘણી નીરર્થક બાબતો અંગેના વીચારોથી મુક્ત થઈ જાય, અને પ્રગતીના પંથે સમાજ કુચ કરી શકે એવુ લાગ્યુ.

બીજી ઉડીને આંખે વળગે એવી બાબત હતી ઉર્જા અને પાણીની બચત અંગેની સભાનતા.  અમેરીકા આ ક્ષેત્રે ઘણુ, ઘણુ પછાત છે, તે વધુ એક વાર અનુભવ્યુ.

બીજા બે દીવસોમાં રીયોની city tour લીધી.  Sugar Loaf mountai પર ગયા, અને દુનીયાની નવી સાત અજાયબીઓ પૈકીની એક – Christ Reedemer – ની મુલાકાત લીધી.  બંને દીવસો વાદળીયા હતા, એટલે પર્વતો પરથી જોવાતા દ્રશ્યો માણી ના શકાયા.  અમારા ગાઈડે જણાવ્યુ કે સ્પેનીશોએ ૧ જાન્યુઆરી, ૧૫૦૨ મા આ વીસ્તાર શોધ્યો.  અહીંનો આખાત તેમને નદી જેવો લાગ્યો, એટલે નામ પાડ્યુ “જાન્યુઆરીની નદી” – Reo De Janeiro.  રીયો મા ઘણા બધા બગીચાઓ અને પુતળાઓ જોવા મળ્યા.  મહાત્મા ગાંધીનું પુતળુ પણ હતુ (એમની લાકડી સાથે!).  અમારા ગાઈડે જણાવ્યુ કે ગાંધી એમના hero છે!

અહીંના લોકોનો પોતાની ભાષા પ્રત્યેનો પ્રેમ જોઈને આપણા અંગ્રેજી-પ્રેમી સમાજ પ્રત્યે ગુસ્સો કરવો, દયા ખાવી કે શરમ અનુભવવી એ ઘણીવાર હું નક્કી ના કરી શક્યો…

એટલાન્ટીક મહાસાગરને પણ ઘણો માણ્યો.  હું દરીયા કીનારે ઉછરેલો છુ, પણ દરીયાને માણવાનું, ખુંદવાનુ વધુ અમેરીકા આવીને શીખ્યો છુ.  અલબત્ત, વેરાવળ રહીને થઈ શકે એટલું તો ઘણુ કરેલુ, પણે તેની વાત પછી ક્યારેક.  રીયોના farmers market મા પણ ગયા, જ્યાં ખેડુતો શાક, ફળો વગેરે રવીવારે સવારે સીધા જ શહેરમા વેચવા આવે છે.  અનાનસ, કેળા, કેરી, જામફળ, નાળીયેર, અને બીજા નામ ના આવડે એવા ઘણા ફળો પેટ ભરીને ખાધા!

આખરે ત્રણ દીવસની મોજ મસ્તી પછી અમે એમેઝોન તરફ ઉપડ્યા.  રીયોથી એમેઝોન જંગલમા આવેલા ‘મનાઉસ’ (Manaus) નામના ગામમા બ્રાઝીલની ગોલ એરલાઈન્સના વીમાનમા જવાનું હતુ, જે તેના નીયત સમય કરતા બે કલાક મોડુ પડ્યુ.  સમયપાલનની બાબતમાં આ દેશને હજી ઘણી પ્રગતી કરવાની છે…

(ક્રમશ:)

Grand Canyon ની નજીકથી મલાકાત

જૂન 28, 2008

Grand Canyon અને તેની આજુબાજુના વીસ્તારોમા હુ ઘણૉ ફરેલો છુ, પણ કેન્યોનના ખોળાને ખુન્દવાનો ક્યારેય મોકો નહોતો મળ્યો.  એ જ રીતે hiking પણ ઘણુ કરેલુ, પણ back-packing  ક્યારેય નહોતુ કર્યુ.  Hiking  એટલે પ્રમાણમા ટુન્કા ગાળાનો પગપાળો પ્રવાસ, જેને ભારતમા trekking કહે છે, જ્યારે backpacking એટલે મોટાભાગે એક કરતા વધુ દીવસો માટે ચાલતા ફરવા જવુ, જે માટે પીઠ પર જરુરી સામાન backapack મા લઈ જવો જરુરી બને છે.  મોટાભાગે જો લક્ષ્ય નક્કીના કર્યુ હોય્ તો પ્રવ્રુત્તી માટે સમય ફાળવી શકાતો નથી, આથી આ વર્ષે Grand Canyonમા backpacking કરવાનુ વર્ષની શરુઆતમા જ નક્કી કરેલુ.

Grand Canyonનો ભૌગોલીક પરીચય

Grand Canyonએ પ્રુથ્વીપરની એક વીશીષ્ઠ કુદરતી અજાયબી છે.  કોલોરાડો નદીએ વર્ષો સુધી કોતરકામ કર્યા બાદ આ એક અદભુત રચનાનુ નીર્માણ થયુ છે – જેને શબ્દોમા સમાવવુ ઘણુ અઘરુ છે.  કેન્યોનની દક્ષીણ તરફની ધાર (rim) ની દર વર્ષે પચાસ લાખ લોકો મુલાકાત લે છે.  ત્યાથી ઉત્તર ની ધાર નુ હવાઈ અન્તર માત્ર ૧૦ માઈલ છે, પરન્તુ car મારફતે જવુ હોય તો ૨૦૦ માઈલનો માર્ગ છે, એટલે ઉત્તરની ધાર મા દક્ષીણ કરતા માત્ર ૧૦% લોકો જ વર્ષે આવે છે.  ધારથી નીચે કોતરો મા camping કે backpacking કરવુ હોય્, તો એ માટેની ખાસ અરજી કરવી પડે છે.  દર વર્ષે આશરે ત્રીસહજાર લોકો backpacking માટે અરજી કરતા હોય છે અને એમાથી અડધા લોકોની અરજી મન્જુર થાય છે.

તૈયારીઓ…

Grand Canyonની આજુબાજુ નો વીસ્તાર રણ છે, પણ ધાર ની પાસે ઉન્ચાઈ ને કારણે હરીયાળી રહે છે (ગુણવન્ત શાહ ની ‘રણતો લીલા છમ્મ’ યાદ આવે છે?)  કેન્યોનની ઉત્તરની ધાર દક્ષીણ કરતા ૨૪૦૦ ફુટ ઉન્ચી છે.  આથી 15 May સુધી હીમ વર્ષાને લીધે બન્ધ રહે છે.  જુનના પહેલા સપ્તાહ મા જવા માટે અમે ચાર મહીના પહેલા, Februaryમા અરજી કરી, જે નસીબજોગે છ વ્યક્તીઓ માટે મન્જુર થઈ ગઈ.  માર્ચ, એપ્રીલ અને મે મહીના મા backpackingની તૈયારીઓ કરી.  પોતાના શરીર ના બન્ધાને અનુરુપ સારો backpack પસન્દ કરવો એ પણ લગભગ એક કળા છે.  તમારા વજનના વધુ મા વધુ ૩૦% જેટલુ વજન તમે backpackમા લઈ જઈ શકો.  બે-ત્રણ દીવસ (કે વધુ) જન્ગલમા રહેવા માટે નો બધો જ સામાન, ઓછા વજન વાળો લઈ જવો પડે.  જમવા માટે શુ લઈ જવુ એ બાબતની પણ મુન્ઝવણ હતી.  અરુણ શર્મા નામના એક મીત્રનો અનુભવ અને મદદ ઘણી કામ મા આવી.  આખરે ૬ જુને અમે Grand Canyonને માણવા તૈયાર હતા…

પ્રવાસ વર્ણન

Friday, June 6th, 2008: સાન્જે ૭ વાગ્યે San Jose, Californiaથી Phoenix, Arizona જવા માટે મીત્રો – કમલ અને વન્દના – સાથે રવાના.  રાત્રી રોકાણ Phoenixમા એક મીત્ર ના ઘરે.

Saturday, June 7th: સવારે ૬:૩૦ વાગ્યે ભાડાની ગાડીમા Phoenixથી South Rim અન્દાજે સાડા ચાર કલાક મા.  South Rimમા જમીને, car park કરી, “Grand Canyon Trans-shuttle”મા ઉત્તરની ધાર તરફ જવા રવાના.

પાન્ચ કલાક બાદ ઉત્તરની ધારે મોટેલ મા છેલ્લી તૈયારીઓ, અને ધાર પરથી સુર્યાસ્ત દર્શન..

Sunday, June 8th:
– Backpacking નો પહેલો દીવસ
– ૮૨૫૦ ફુટની ઉન્ચાઈથી સવારે ૬:૦૦ વાગ્યે શરુ કરી, ૧૪ માઈલનુ અન્તર કાપી, આશરે ૬,૦૦૦ ફુટ ઉન્ચાઈ ગુમાવીને સાન્જે ૪ વાગ્યે કોલોરાડો નદી પાસે પહોન્ચ્યા.
– Ribbon Fall નામના ધોધ ને પેટ ભરીને માણ્યો.  પહેલી વાર ધોધ ની પાછળ જવાનો મોકો માણ્યો.
– કોલોરાડો નદીમા તરવાની મોજ માણી, બે વખત સાપ ના  દર્શન થયા – એમાથી એક તો rattle snake હતો.
– રાત્રે ખુલ્લામા સુવાનો આનન્દ મણ્યો.

Monday, June 9th:
– ચઢાણ શરુ થયુ, અન્તર ઓછુ કાપ્યુ – ૪.૫ માઈલ નુ અન્તર કાપીને Indian Garden camp site પર પહોન્ચ્યા.
– વીજળી, કે બીજી કોઈ પણ આધુનીક સગવડો વગરનો બીજો દીવસ.  ઘણા સમય પછી બપોરે ફુરસતનો સમય મળ્યો, કે જેમા કોઈ કામ કરવાનુ ના હોય!
– રાત્રે આકાશ દર્શન કર્યુ.

Tuesday, June 10th:
– બાકીનુ ૪.૫ માઈલ નુ ચઢાણ સવારે ૬:૩૦ વાગ્યે શરુ કર્યુ.
– સવારે ૧૦:૩૦ વાગ્યે દક્ષીણની ધાર પર પહોન્ચીને યાત્રા ની સમાપ્તી કરી.
– દક્ષીણ તરફથી કેન્યોનના અદભુત દ્ર્શ્યો જોવા મળ્યા..
– Car મારફતે Phoenix પહોન્ચી, સાન્જે San Jose તરફ હવાઈમાર્ગે રવાના.

ભાગ-૨ મા ફરીશુ વીચારો ના વ્રુન્દાવન મા…