Archive for the ‘Tourism’ Category

અલાસ્કા ભ્રમણ-૨

ઓગસ્ટ 18, 2009

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)

(ભાગ-૧ માટે અહી ક્લીક કરો)

એક્ઝીટ (Exit) ગ્લેસીયર

પગપાળા જઈને ગ્લેસીયરને પીગળતો જોવો હોય, તો Exit ગ્લેસીયર શ્રેશ્ઠ જગ્યા છે.  કીનાઈ ફ્યોર્ડ નેશનલ પાર્કનુ રેન્જર સ્ટેશન ગ્લેસીયરથી અડધો માઈલ દુર જ છે – જ્યાં તમને બધી માહીતી મળી શકે.  કીનાઈ ફ્યોર્ડ વીસ્તારના લગભગ સત્તર ગ્લેસીયર્સનો સ્રોત “હાર્ડીંગ આઈસફીલ્ડ” છે.  હીમયુગમા પ્રુથ્વી કેવી દેખાતી હશે – તે જોવુ હોય તો હાર્ડીંગ આઈસફીલ્ડની મુલાકાત લેવી જોઈએ.  દુર્ભાગ્યે અમે જયારે પહોચ્યા ત્યારે આખો દીવસ સખત વરસાદ હતો, એટલે આઈસફીલ્ડ સુધીની સાત માઈલની હાઈક ના થઈ.  ૫૦ માઈલ લાંબો, ૩૦ માઈલ પહોળો અને દોઢ-બે હજાર ફુટ જાડો વીશાળ બરફનો પટ્ટો એટલે હાર્ડીંગ આઈસફીલ્ડ.  એમા ફસાયેલી એક ટુકડીને બહાર નીકળવાનો રસ્તો (exit) જે ગ્લેસીયર પરથી મળ્યો તેનુ નામ પડ્યુ એક્ઝીટ ગ્લેસીયર.  ઈ.સ. ૧૯૦૦મા એક “માઈક્રો આઈસ એજ” પુરો થયો – અને ત્યારથી આ ગ્લેસીયર પીછે હઠ કરી રહ્યો છે. ગ્લેસીયર તરફ જતા રસ્તે જુદા-જુદા વર્શના પાટીયા મારેલા – જે બતાવતા હતા કે જુદા જુદા વર્શે ગ્લેસીયરની માયા ક્યા સુધી વીસ્તરેલી હતી.

ગ્લેસીયર પીગળવાની જગ્યા એટલે કોઈ એક બીંદુ સુધી બરફ અને પછી પાણી હશે, અને “ટપકેશ્વર મહાદેવ”ની માફક પાણી ટપકતું હશે – એવી જો તમારી કલ્પના હોય, તો પીગળતો ગ્લેસીયરએ કલ્પનાના ચુરા કર નાખશે!  કોઈ અત્યંત તોફાની ઝરણાની માફક, પ્રતી સેકન્ડે હજારો ગેલન પાણી બરફની તોતીંગ પાટોની નીચેથી, બાજુમાંથી, બે પાટો વચ્ચેની ફાટો/તીરાડોમાંથી, અને અમુક કીસ્સાઓમાં બરફની પાટમા વચ્ચે બોગદું બનાવીને નીકળતું હતું.  આ પાણીના અવાજ અને સુસવાટા મારતા પવનની વચ્ચે જ્યારે કોઈ હીમશીલા થોડી ખસે એનો અવાજ સંભળાય ત્યારે ધ્યાનસ્થ પરીસ્થીતી જેવો ચીદાનંદ અનુભવાય!  કુદરતના વીશાળ નઝરાણાં અને તેની વીશાળ સમયરેખાઓ સામે આપણા જીવનની સુક્ષ્મતા; અને સાથે સાથે આ નૈસર્ગીક વાતાવરણ સાથે લયબધ્ધ થઈ શકવાની આપણી તોતીંગ ક્ષમતાનો એક સાથે અનુભવ મેળવવો એ એક સદભાગ્ય છે…

અંતરીયાળ અલાસ્કા

દરીયાકાંઠાને ‘રામ રામ’ કરી, અમે ડેનાલી નેશનલ પાર્કની મુલાકાતે ગયા. એન્કરેજથી ડેનાલીની પાંચ કલાકની બસ યાત્રા ઘણી મનમોહક રહી.  અલાસ્કાના બધા જ ધોરીમાર્ગો “સીંગલ પટ્ટી” માર્ગો છે.  ડેનાલી જતા રસ્તામાં બહેન સેરા પેલીનનુ ગામ પણ આવ્યું.  બસના ડ્રાઈવર ઘણા મોજીલા હતા અને અલાસ્કાના ઈતીહાસ વીશે માહીતી આપી રહ્યા હતા.  અલાસ્કા રશીયાનો ભાગ હતુ અને અમેરીકાએ એને ખરીદી લીધેલુ એ તો ખ્યાલ હતો, પણ એવું તો કેવું નેગોશીયેશન અમેરીકનોએ કરેલુ એ કુતુહલ મને રહ્યા કરતુ.

તો વાત એમ છે કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમા ટેલીફોનની શોધ થયા બાદ યુરોપ અને અમેરીકાને જોડવા એટલાન્ટીક મહાસાગરના તળીયે કેબલ્સ પાથરવાનુ કામ ચાલુ થયુ.  પહેલી કંપની કે જેણે એ કેબલ્સ પાથર્યા તે થોડા જ સમયમા તુટી ગયા.  આથી કેલીફોર્નીયાથી પેસીફીકના કીનારે કીનારે અલાસ્કાથી થઈ, સાઈબીરીયાથી પુર્વ યુરોપથી ઈંગ્લેન્ડ સુધી કેબલ પાથરવાનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો.  રશીયા/અલાસ્કા તરફથી કામ ચાલુ કરવા માટે અમેરીકાએ રશીયાને ૩ મીલીયન ડોલર્સ આપ્યા.  પણ આ પ્રોજેક્ટ આગળ વધે એ પહેલા બીજી એક કંપનીએ એટલાન્ટીક સમુદ્રના તળીયે સફળતાપુર્વક કેબલ્સ બીછાવી દીધા.  આથી, અલાસ્કા/રશીયામા કેબલ્સ પાથરવાનુ કામ પડતુ મુકાયુ.  અમેરીકનોએ જ્યારે રશીયન ઝાર પાસે પૈસા પાછા માંગ્યા ત્યારે ખબર પડીકે ઝારની તીજોરી ઈંગ્લેન્ડ સામેના યુધ્ધમા ખાલી થઈ ગયેલી!  અમેરીકાનો વીદેશ પ્રધાન વીલીયમ સ્યુઅર્ડ દુરંદેશી હતો.  રશીયનોને અલાસ્કા બ્રીટીશરોના હાથમા જતુ રહે એવો ડર પણ હતો.  આથી અમેરીકાએ ૭.૨ મીલીયન ડોલર્સમા અલાસ્કા મેળવી લીધુ.  જે તે સમયે વીલીયમ સ્યુઅર્ડનો ઘણો વીરોધ થયેલો, પરંતુ તેણે એક ઈન્ટર્વ્યુમા જણાવેલુ કે અલાસ્કા ખરીદવાની નીતીનુ મહત્વ સમજતા વર્શો લાગશે.

આમ આવી વાતો સાંબળતા જોત જોતામા અમે ડેનાલી પહોંચ્યા.  ઉત્તર અમેરીકા ખંડનુ સૌથી ઉંચુ શીખર – માઉન્ટ મેકેન્લી (૨૦,૮૦૦ ફુટ)ડેનાલી નેશનલ પાર્કમા છે.  પાર્કનો વીસ્તાર છે ૬ મીલીયન એકર્સ – જેમા માત્ર ૯૦ માઈલનો જ રસ્તો બનાવેલો છે, એ પૈકી ડામરનો રસ્તો તો માત્ર વીસેક માઈલ જ.  બાકીના ભાગની મુલાકાત લેવા માટે પાર્કની બસોમા જવુ પડે.  અહી ચારે બાજુ જાત-જાતની berries ઉગેલી જોવા મળી.  થોડી જંગલી blue-berries ચુંટીને ખાધી!  એક નાની હાઈક લઈને બીવરે બનાવેલા એક ડેમની મુલાકાત લીધી.  પાર્કની બસની ટુર દરમીયાન બે જગ્યાએ ગ્રીઝલી બેર જોવા મળ્યા – ફેરો સફળ થઈ ગયો :).  એક જગ્યાએ માતા અને બે બચ્ચાની ત્રીપુટી જોઈ, અને બીજુ એક ગ્રીઝલી એકલુ હતુ.  તે ઉપરાંત રૈનડીયર અને બીજા ઘણા પ્રાણીઓ જોયા.  ટ્રી લાઈન અહી ૩,૦૦૦ ફુટ સુધી જ હોય છે – એ નવું જાણવા મળ્યુ.

અહીં પણ ગ્લેસીયર્સ હતા, પણ દરીયા કીનારા જેટલી માત્રામા નહી.  પરંતુ પ્રાગૈતીહાસીક ગ્લેસીયર્સની અસરો ચારે બાજુ જોવા મળતી હતી.  છેલ્લા હીમયુગમા બરફની ચાદર ૩,૦૦૦ ફુટ ઉંચી હતી.  જયારે એ બરફ પીગળવા લાગ્યો ત્યારે નીચેના પર્વતોને ઘસાતો ગયો.  આથી જે પર્વતો ૩,૦૦૦ ફુટથી નીચા હતા એ smooth હતા, જ્યારે તેનાથી ઉંચા પર્વતોનુ બરછટપણું દેખાઈ આવતું.  વીશાળ ચરીયાણની વચ્ચે મોટો ખડક દેખાય ત્યારે સમજી લેવાનુ કે એ ગ્લેસીયરનુ કામ હશે.  પ્રાગૈતીહાસીક કાળમા ગ્લેસીયર્સ ઘણા પહોળા હતા, પરંતો અત્યારે તેઓ પર્વતોમા ઉંચાઈ પર સંકોડાઈને પડ્યા છે.  અત્યારે એમાથી નીકળતુ પાણી હજુ એ જ રસ્તો લે છે, જે હજારો/લાખો વર્શો પહેલા એ નદીના પુર્વજ ગ્લેસીયરે લીધેલો – અને એટલે જ પીગળતા બરફની આ નદીઓ ક્યારેય બે કાંઠે વહેતી નથી.  નદીના પટ પર પાણી કરતા પત્થરો અને કાંકરા વધુ હોય છે, અને પાણી પણ ઘણું જ ડહોળું.  ડેનાલી પાર્કના સૌથી ઉત્તરના બીંદુએ હું બસમાંથી ઉતરીને આવી એક નદીના પટ પર ફર્યો.  ઉત્તર દીશામા સૌથી વધુ દુર પહોંચીને તરત પાછા નહતું આવવુ.  સુસવાટા મારતા પવન, પ્રચંડ વેગથી વહેતી નદી, વીવીધ રંગી પત્થરો, અને વીશાળ પર્વતો વચ્ચે થોડા સમય માટે ખોવાઈ જવાની મજા જ કાંઈ ઔર છે…

Advertisements

અલાસ્કા ભ્રમણ-૧

ઓગસ્ટ 13, 2009

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)

અલાસ્કા નામ સાંભળીએ એટલે ઠંડો સુષ્ક વીસ્તાર અને એસ્કીમો કે ઈગ્લુ જેવા શબ્દો મગજમાં આવે.  પણ જુલાઈ અંતમાં જ્યારે અલાસ્કા ભ્રમણ કર્યું ત્યારે તેની વીવીધતાનો પરચો મળ્યો.  અલાસ્કાના પરીચયની શરુઆત તેના વીસ્તાર અને વીશાળતાથી કરવી પડે.  અને આપણે, ભારતીયોને એ કહેવાની જરુર ના પડે કે જ્યાં વીશાળતા હોય ત્યાં વીવીધતાતો હોય જ!  ૧૫,૧૮,૦૦૦ ચોરસ કી.મી. વીસ્તાર સાથે અલાસ્કા અમેરીકાનું સૌથી મોટું રાજ્ય છે.  (સરખામણી માટે, ગુજરાતનો વીસ્તાર આશરે ૧,૯૮,૦૦૦ ચો.કી.મી. છે).  અમેરીકાના સૌથી નાના બાવીસ રાજ્યોના કુલ વીસ્તાર જેટલો અલાસ્કાનો વીસ્તાર થયો.  એક વીઝીટર સેન્ટરમાં “નીચેના ૪૮” રાજ્યોના નકશા ઉપર અલાસ્કાનો નકશો મુકેલો જોયો ત્યારે અનુભુતી થઈ કે અલાસ્કા બાકીના ખંડીય અમેરીકાના લગભગ ૨૫% જેટલુ છે!  અને વસ્તી?  માત્ર સાડા છ લાખ!  એમાંથી ત્રણ લાખ લોકો તો અમે જે પહેલા શહેરની મુલાકાત લીધી એ – એન્કોરેજ (Anchorage)માં રહે છે.

વીશાળ વીસ્તારને કારણે અલાસ્કામાં જંગલો અને અભયારણ્યો પુશ્કળ છે – અને એટલાજ વીવીધ અને સુંદર છે.  અમેરીકાના નેશનલ પાર્કસને વીસ્તાર મુજવ ઉતરતાં ક્રમમા ગોઠવીએ તો પહેલા છ અલાસ્કામા છે (ડેથ વેલી, કેલીફોર્નીયાને બાદ કરતાં).  આવા વીશાળ અલાઅસ્કામાં અમે માત્ર દક્ષીણના અમુક વીસ્તારની મુલાકાત લીધી.  હકીકતમાં અમે આર્કટીક  સર્કલની અંદરતો પહોંચ્યા જ નહતાં, જ્યાં છ મહીનાનો દીવસ અને છ મહીનાની રાત થાય છે.  પરંતુ અમે જ્યાં હતા ત્યાં રાત્રે સાડા અગીયારની આસપાસ સુર્યાસ્ત થતો અને સવારે ચાર વાગ્યે સુર્યોદય થઈ જાય!  અંધારુ લગભગ ત્રણેક કલાક જ રહે.  કેવું સરસ!  પણ શીયાળામા જ્યારે ત્રણેક કલાક જ અજવાળું રહેતુ હશે ત્યારે કેવો ત્રાસ થતો હશે?  ક્યારેક વીચાર આવે છે કે રુતુઓ વગર આપણું જીવન કેવું કંટાળાજનક થઈ જાત! ખેર, અલાસ્કા પર પાછા ફરીએ…

હીમનદીઓ (Glaciers)

અલાસ્કાની કોઈ એક બાબત કે જેનાથી હું સૌથી વધું પ્રભાવીત થયો હોઉં તો એ છે ગ્લેસીયર્સ!  ગ્લેસીયરને જોયા વગર એની ભવ્યતા અને સુંદરતાનો અહેસાસ કરવો અઘરો છે.  એ કઈ રીતે બને છે ત્યાંથી શરુઆત કરીએ.   હુ જાણુ છુ ત્યાં સુધી ગુજરાતીમાં snow અને ice માટે અલગ શબ્દો નથી (કે પછી “હીમ”=”snow”?).  જ્યારે હીમવર્શા થાય ત્યારે પડતો બરફ રુ જેવો પોંચો અને ફોરો હોય છે.  મોટા ભાગના સ્થળોએ આ બરફ ઉનાળો આવતા પીગળી જાય – પરંતુ જ્યાં આ બરફને પીગળવાનો મોકો ના મળે ત્યાં એ એકઠો થયા કરવાનો.  તાજા પડેલા બરફના વજનથી જુનો બરફ દબાતો રહે – અને આખરે લગભગ ૧૦ ફુટના snow માથી ૧ ફુટ ice બને.  Iceની જાડાઈ/ઉંચાઈ વધતા વધતા જ્યારે ૭૫ ફુટથી વધે અને તેથી જ્યારે ગુરુત્વાકર્શણની અસર હેઠળ એ ખસવાનું ચાલુ કરે ત્યારે ગ્લેસીયર બન્યો ગણાય.

અલાસ્કામાં અંદાજે એક લાખ ગ્લેસીયર્સ છે.  ત્રણ ગ્લેસીયર્સને અમે સાવ નજીકથી માણ્યા.  એ પૈકીનો પહેલો ગ્લેસીયર એન્કરેજ પાસેનો પોર્ટેજ ગ્લેસીયર.   પોર્ટેજ ગ્લેસીયર એક તળાવને મળે છે.  આશરે અડધો માઈલ પહોળો અને ૨૦૦ ફુટ ઉંચો ગ્લેસીયર અમે બોટમાથી માણ્યો.  દરરોજ લગભગ એકાદ ફુટ ખસતો આ ગ્લેસીયર ઘણોજ સક્રીય ગણાય.  (એની સરખામણીમાં એન્ટાર્કટીકાના ગ્લેસીયર્સ વર્શે માંડ એકાદ ફુટ ખસતાં હોય છે).  મને એવું હતું કે જેમ ઉત્તરમાં જઈએ તેમ વધુ ice, snow, અને ગ્લેસીયર્સ જોવા મળશે – પરંતુ મોટાભાગના અલાસ્કાના ગ્લેસીયર્સ દક્ષીણ-પુર્વીય કાંઠાના વીસ્તારોમાં છે.  એવું કેમ?  કારણકે ગ્લેસીયર બનવા માટે જોઈએ બરફ, બરફ અને વઘુ બરફ!  અમેરીકાના ઉત્તર-પશ્ચીમ કાંઠે જે બારેમાસ વરસાદી વાતાવરણ રહે છે, તે વૉશીંગ્ટન સ્ટેટથી શરુ કરીને છેક દક્ષીણ અલાસ્કા સુધી પહોંચે છે.  એ મૌસમને કારણે અલાસ્કાના કાંઠાના પર્વતો વર્શે ૭૦ થી ૧૦૦ ફુટનો સ્નો મેળવે છે.  મધ્ય અલાસ્કા મોટા ભાગે કોરું રહે છે.  ઠંડી વધુ ખરી, પરંતુ બરફ નહી.  સાવ ઉત્તરના ભાગે બરફ ખરો, પણ ઉનાળામા જતો રહે.

પોર્ટેજ ગ્લેસીયરના મુખ પાસે લગભગ એકાદ કલાક બોટ ઉભી રાખીને તેને માણ્યો.  આઈસ બ્લ્યુ સીવાયના બધા રંગોને શોશી લે છે, આથી ગ્લેસીયર્સ બ્લ્યુ કલરના દેખાય.  દુરથી બરફાચ્છાદીત પર્વતો વચ્ચે ગ્લેસીયરને શોધી કાઢવાનો આ રસ્તો છે (જો તાજો સ્નો પડ્યો ના હોય તો).  બોટમા એ લોકોએ ગ્લેસીયરના બરફના ટુકડાઓ પણ રખેલા – પ્રવાસીઓ તેને સ્પર્શ અને ચુંબન કરી શકે એ માટે!

હૉલગેટ (Holgate) ગ્લેસીયર

તળાવને મળતાં પોર્ટેજ ગ્લેસીયરને તો માણ્યો, પણ દરીયાને મળતા ગ્લેસીયરને માણો નહીં તો અલાસ્કાની સફર અધુરી ગણાય.  કીનાઈ ફ્યોર્ડ (Kenai Fjords) નેશનલ પાર્કમાં અમે આઠ કલાકની બોટ ટુર લીધેલી.  નાની, પંદરેક લોકો સમાય એટલી બોટ હતી, એટલે દરીયામાં પ્રવાસીઓની પસંદ મુજબ જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય.  દરીયાનું પાણી અહીં રાખોડી/બ્લ્યુઈશ કલરનું.  આવું કેમ?  કારણકે જ્યારે ગ્લેસીયર્સ ધીમી પણ ચોક્કસ ગતીથી આગળ વધે ત્યારે જમીન પરના વીરાટ પત્થરોનું ચુર્ણ કરતા જાય – અને આ લાવાના પત્થરોનો ભુક્કો આવો રંગ આપે છે.  શાંત દેખાતા ગ્લેસીયર્સની તાકાતનો પરચો આ અનુભુતીથી થાય!  દરીયામાં ઘના સસ્તન પ્રાણીઓ જોયા – હમ્પબેક વ્હેલ, કીલર વ્હેલ્સનું ટોળુ, સી-લાયન્સ, અને ડોલ્ફીન.  એક હમ્પબેકને ઉંઘતી પણ જોઈ!  પણ અહીં આ પ્રાણીઓ હવાઈ જેટલા રમતીયાળ ના હતા – કારણકે આ તો એમની ખાવાની સીઝન છે.  ચાર પાંચ મહીના પેટ ભરીને ખાઈ લેવાનું અને પછી સાત મહીનાનો (લગભગ) ઉપવાસ!

ખાંચાખુંચી વાળા કીનારામાથી પસાર થઈ, આખરે હૉલગેટ અખાતમાં અમે પહોંચ્યા.  અખાતમાં ચારે બાજુ નાના-નાના આઈસબર્ગ હતા, જે ગ્લેસીયરની સક્રીયતાનો પુરાવો હતો.  હૉલગેટ ગ્લેસીયર ઘણો સક્રીય છે – દીવસના ચાર થી છ ફુટ જેટલો ખસે છે.  તેની પહોળાઈ લગભગ ૧ માઈલ અને ઉંચાઈ ૫૦૦ ફુટ.  વીશાળતાનો ખ્યાલ જ્યારે તેની પાસે જતી કોઈ બોટના કદની સરખામણી પરથી આવે.  ગ્લેસીયરના મુખથી કમસેકમ અડધો માઈલ દુર રહેવું પડે, કારણકે દરીયામાં પડતી વીરાટ હીમશીલાઓ મીની-સુનામી સર્જી શકે.  ઘણી વાર કલાકો સુધી ગ્લેસીયરના મુખ પાસે ઉભા રહો અને હીમશીલા પડતી જોવા ના મળે.  પણ હું જ્યારે આ વીશાળ બરફના શીલ્પને જોતો હતો ત્યાં અચાનક જ વીરાટ હીમશીલા પાણીમાં પડતી દેખાઈ – અને એકાદ સેકંડ પછી મેઘગર્જના જેવો મોટો ધડાકો સંભળાયો!  ગ્લેસીયર કેટલો દુર છે અને અમે કેટલા દુર હતાં એ ફરી એક વાર અનુભવ્યુ.  અમારી દોઢ કલાકની મૈત્રીપુર્ણ મુલાકાત દરમીયાન આવા ચાર કડાકા સંભળાયા અને એમાંથી બે વાર મારું ધ્યાન ગ્લેસીયરના એ ભાગ તરફ હતું જ્યાંથી હીમશીલાઓ પડી – આથી બે વાર જોયુ, ચાર વાર સાંભળ્યું :).

ક્રમશ:  …

50554948505553485054574850554952505553485055494850555351505457485055495250555350 50555249505553485055515750555348 5055485750555350505550565055534850555154505553485055515250555348505457485055505350555350 50555148505552525055534850555154 50555053505457545252 50545752505549485055515450555357 505552535055544950555156505549495055535750554957 50545752505549485055534850555052505551525055534850545748 505457515055515250555357 50555148505552535055545150545748505549525055545350555153505553485254  50545751505549485055534850555052505551525055534850545748 50554952505553485055515450555357 50555150505553485055495450555351 50555056505553485055505650555348525350555056505553485055505650555348 50545752505457545055525250555150505551545055545350554949 5055525350555052505553485252 5055495450555357 50554949505554535055515650555357505552525055535050555153505551545055505650555350 50555252505548575055545350555154505553505055515350555052505553485055505650555451 505551485055535150555154505553485055524950555451 5055525350555052505554515254  505552535055544950555156505549495055535750554957 5055494950555453505551565055535750555252505553505055515350555154 505549505055505150555451 505552525055485750555453505551545055535050555153 5055495350555357 5253 505550545055535050555249505552525055505650555348 505549525055534850555154 5055505350555350 50554953 505551495055535150554957 5055495450555357505549575055515650555451 505549485055525250555357 50554953505553575254  50555052505553575055505650555350 505551485055525350555451505551575055534850545754 50555156505549495055515150554949 50555749 50555152505553485054575450555156 505457515055505650555357 5054575550545748505549525055534850545754 505557535055574850555748 5055514950555351505549575254  505552495055535050555250505553485055515750555052505553485055505650555451 5055494850555453505551535055534850555156 505549545055545350555153505553485055515450555357 50555052505553575055505650555350 50555148505553485055525250555357 505549545055505250555350 505548575055545150545754 5055515050555451505549575055505650555348 5055485750555054 5055505650555350 50555252505551545055494850555348505551525055505150555350 50555148505551545055505350555350 5054575250555249505553575254  50554949505554535055515650555357505552525055535050555153505551545055505650555348 5055515250555351505549485055505350555350 505548575055515250555252505553575055485750555152 50545751505550495055505550555451 50555152505553485054575450555156 505550545055535150555154 5055515450555253505553575055524950555351 5055514850555049505553575252 505548575055534850555154505550515055485750555357 5055505450555154505553505055515350555348505551525055534850545748 50555148505550495055505250555350 5055524950555350505551545055534850554957 5055525350555350505551525055525050555350505551565055534850554855 505551525055535050555056505553505253505552525055535150555056505553485055515250555350 5055525250555154505554535055495450555350 5055525050554857505553575254  505549505055505150555350 505552495055534850555154 5055485750555156505553485055485750555451 50555252505553515055505550555350 50554949505554535055515650555357505552525055535050555153505551545055505650555348 505551525055535150554948 50555148505553485055525250555357 505457555055515150555348 505551545055525350555451 505457515055505650555357 50555253505553505055515250555250505553505055515650555348 50555148505550495055505250555350 505549545055545150555249505553485055505650555348 5055515250555157505553575254 5055514850555051 505552535055535150545748 505549545055545350555153505553485055515450555357 50545752 5055524950555350505552505055534850555157 5055515050555154505551495055505650555348 50555250505553505055515650555453505551485055505650555357 50554954505554515055505250555451 505552535055505250555451 5055505250555453505551535055534850545748 5054575150554952505553485055505650554857 50554954 5055524950555350505551545055534850554957 50555253505553505055515250555250505553505055515650555348 50555148505553485055505150555350505551525055534850545748 50555148505550495055505250555350 50555054505553575055494850555348505457545254  505457515055505650555357 50554851505548575055534850555054 5055525250555357505548575054574850555049 505551485055495350555350 505551525055535750554950 505549495055515450555453505549545055505650555348 50554954505553575055524950555451 50555152505554515055495750555451 5055505550555049505553485055485750555451 505552525054574850555151505551575055534850555153505554515151  5055494950555453505551565055535750555252505553505055515350555154 5055485750555357505549575055515650555451 50555152505554515055495750555451 50554953505553575252 505457515055505650555357 505457515055515250555357 5055485750555357505549575055515650555348 505550545055535150555154 505552535055505250555348 50554851 5055485150554857 505551495055515450555350 505552495055534850555154 5054575150555056505553515055515150555249505553485055515350555351505457485151  5054575150555152505553485055515450555350 505550545055545150555050 505548575055515650555348505548575055505650555350 5055515250555448505550525055545350555154505553505055514850555351505551545055545350555051 50555152505553515055515650555348505548575055534850555052 50555054505551545055515250555350505551535055534850555056 505457525055524950555348 505549525055534850555154 5055485750555049505553485055485750555348 50555252505457485055515150555157505553485055515350555348 505457515055505650555357 505548515055515250555348505457485055505350555350 5055515050555357 505552495055534850555154 5055515250555348505551545055535150545748 5055505550555453505551535055534850555056 50554949505554535055515650555357505552525055535050555153505551545055505650555348 50554851 505551515055534850554949 505550525055515450555149 50555253505550525055535150545748 50554954505554535055515350555348505457485055505350555350 5055525350555350505551525055525050555350505551565055534850554855 505551485055504950555350 5253 505457525055505350555350 5055515050555357 505552495055534850555154 505550545055535750554948505553485055515350555351505457485254609811462<br>
609811462

દ. અમેરીકા પ્રવાસ – ભાગ ૩: આર્જેન્ટીના

જાન્યુઆરી 11, 2009

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)
ભાગ ૧ માટે અહીં ક્લીક કરો
ભાગ ૨ માટે અહીં ક્લીક કરો

પહેલા દીવસે તો આર્જેન્ટીનામાં જંગલ બહુ miss થયું.  આર્જેન્ટીના વધુ દક્ષીણમાં હોવાથી અને Buenos Aires (B.A.) દરીયાથી થોડું દુર હોવાથી ભેજનું પ્રમાણ નહીંવત હતું.  આર્જેન્ટીના બ્રાઝીલ કરતા ઘણુ વધારે વીકસીત અને લગભગ અમેરીકા જેવુંજ જોવા મળ્યુ.  B.A.ની પણ city tour લીધી.  ગાંધીજીનું પુતળુ બ્યુ.એ. મા પણ હતું.  બ્યુ.એ.ને લાટીન અમેરીકાનું પેરીસ કહે છે.  ફુટબોલની પાછલ અહીંના લોકો પણ ઘેલા છે.  ટેંગો નામનું ન્રુત્ય અહીંથી પ્રચલીત થયેલું.  ચીત્ર અને ન્રુત્યને લગતા ઘણા કલાકારો અહીં થઈ ગયેલા, કે અહીં આવીને વસેલા.

બીજા દીવસે silver river નામની નદીના મુખ ત્રીકોણ પ્રદેશમાં ફરવા ગયા.  એ નદી બ્રાઝીલથી અહીં આવે છે, અને બ્યુ.એ. પાસે તેની પહોળાઈ આશરે ૫૦ કી.મી. જેટલી છે!  આ દેશોને પાણીની તો કોઈ કમી જ નથી!

૨૨ ડીસેમ્બર – ઉત્તાર ગોળાર્ધ માટે ટુંકામાં ટુંકો દીવસ.  અમે દક્ષીણ ગોળાર્ધમાં જઈને તેને લાંબામાં લાંબા દીવસમાં પલટી નાખ્યો.  પાણી ઉત્તર ગોળાર્ધમાં ઘડીયાલના કાંટાની વીરુધ્ધ દીશામાં અને દક્ષીણ ગોળાર્ધમાં ઘડીયાલના કાંટાની દીશામાં ફરે છે – પ્રુથ્વીના પરીભ્રમણને કારણે.  સમુદ્રના પ્રવાહોમાટે એ ખરું છે, પણ wash-basin ના પાણી પર પ્રુથ્વીની ગતી કેટલી અસર કરે એ વીવાદાસ્પદ રહ્યું છે.  મે હોટેલમાં કરેલા પ્રયોગોમાં wash-basinનું પાણી મોટા ભાગે clockwise ફરતુ જોવા મળ્યુ – પણ તેનાથી કંઈ સાબીત થતું નથી! 🙂

બ્યુ. એ. માં એક ભારતીય રેસ્ટોરન્ટમાં જમવા ગયા – ઘણું જ સરસ જમવાનું હતું.  બ્યુ.એ. અને આર્જેન્ટીના તેના beef – ગાયના માંસ માટે પ્રખ્યાત છે.  પરંતુ વેજીટેરીયન ખોરાક શોધવો થોડો અઘરો પડે, અને ઉપરથી ભાષાની મુશ્કેલી તો ખરી જ!

ત્રણ દીવસ બ્યુ.એ. મા રહીને આખરે અમે પાછા ફર્યા.  એમેઝોનના વ્યસ્ત કાર્યક્રમ બાદ બ્યુ.એ.માં થોડી નીરાંત રહી.