પાણી!

બીગસર મેરેથોનની તૈયારી વખતે ઘરની પાસે આવેલા એક ઝરણાં પાસે દોડવાનું થતું.  આજે (૬/૧૩/’૦૯) બે મહીના પછી ફરીથી ઝરણા પાસે દોડ્યો.  જાન્યુઆરીથી એપ્રીલ એ કેલીફોર્નીયાની વર્ષાઋતુ છે, આથી એ સમયે ઝરણાના જુદા-જુદા સ્વરુપો જોયેલા – વરસાદ પડતો હોય ત્યારે, વરસાદ પડી ગયાના એક દીવસ પછી, બે દીવસ પછી, વગેરે.  અત્યારે એવું ધારેલું કે બે કોરા મહીના પછી પાણી સુકાઈ ગયુ હશે.  પણ જ્યારે ફુટપાથનો સંગાથ છોડીને ઝરણા પાસે પહોંચ્યો ત્યારે તેના ખળ ખળ વહેતાં પાણીને જોઈને સાનંદાશ્ચર્ય થયું.  પાણી હજી વહેતું હતું, અને સારુ એવું વહેતું હતું.  કુદરતી વાતાવરણમાં પાણીને જોઈને આપણને આટલો આનંદ કેમ આવતો હશે?

ગ્રાન્ડ કેન્યોનની હાઈક વખતે પણ પહેલા waterfallના અવાજથી ઉત્સુક્તા થઈ હતી કે ક્યારે તે જોવા મળે!  કદાચ અમુક બેક્ટેરીયા અને વાઈરસને બાદ કરતાં તમામ સજીવો માટે પાણી આવશ્યક છે.  પરંતુ મનુષ્ય શીવાયની કોઈ જાતીને પાણીના ધોધને “જોવાનો” આનંદ લેતી જોઈ છે?  એવું કેમ ક્યારેય જોવા નથી મળતું કે હરણ કે સીંહના ટોળા ધોધને માત્ર જોવા માટે ભેગા થયા હોય? 🙂

મારું એવુ માનવું છે કે માનવ સંસ્ક્રુતીના ઈતીહાસની ભુમીકા ભાગ ભજવતી હોવી જોઈએ.  કલ્પના કરો કે આદીમાનવો, કદાચ આફ્રીકામાથી સૌ પ્રથમ વાર એશીયા/યુરોપ તરફ જતું એ હજારેક લોકોનું ટોળું પાણી માટે ભટકી રહ્યું છે.  પાણીના સ્રોતની શોધ એમના અસ્તીત્વ માટે અત્યંત જરુરી છે.  એવામાં દુર રહેલા પાણીના ધોધનો અવાજ એમનામાં કેવો ઉત્સાહનો સંચાર કરશે!  અને એ અવાજનું “પગરવું” પકડીને આખરે એ પાણી મેળવશે.  અને એમ પાગૈતીહાસીક સમયથી પાણીના ધોધ, નદી-નાળાં, સરોવર અને દરીયા તરફનું આકર્ષણ આપણા બ્રુહદ માનસપટ પર કોતરાયું હશે!

Advertisements

ટૅગ્સ: ,

9 Responses to “પાણી!”

 1. Rashesh Says:

  Dear Mehul,
  Who can deny the importance of water for all living creatures? Mankind has been living on the banks of rivers since their origin on this earth. Most of the civilizations have also developed on the banks of mighty rivers. Our madness and liking for water, rain and nature may be the result of our primitive conditions. Our attachment with water sources may be the result of being our hot blood also. Why animals don’t like it? It is because they don’t have aesthetic sense. (Saundarya Drashti, you see?) They miss a lot due to lack of aesthetic sense.
  Jay Somnath

 2. સુરેશ જાની Says:

  મારો પ્રીય વીષય
  સંસ્કૃતીનું ઉદભવસ્થાન – નદી વીશે ત્રણ વાર્તા લેખ લખ્યા હતા.
  છેલ્લો ભાગ ( એમાં પહેલા બે ભાગની લી ન્ક છે.)
  http://gadyasoor.wordpress.com/2008/07/29/river_3/

 3. Chirag Patel Says:

  પાણી જેવી અદભુત કોઈ વસ્તુ નથી. સાચે જ, જે પાણીના સૌન્દર્યને માણી ના શકે એ “નપાણીયો” છે 😀

 4. મેહુલ Says:

  Yes — જીવન સરીતા લેખમાળા વાંચવાની મજા આવેલી…

 5. મેહુલ Says:

  હમ્.. કદાચ ‘નપાણીયો’ શબ્દનું મુળ તે શોધી કાઢ્યું 🙂

 6. Rashesh Says:

  I’d like to add one more thing on ‘water’. According to ‘Shringar Ras’, the combination of water/rain and woman is one of the most erotic thing on earth. Many film directors have used or misused it. Two wonderful creations of God, water and woman ! And when they meet, great things happen. One more link to the word ‘Napaaniyo’ – The person who can’t enjoy the beauty of this deadly combination.

 7. મેહુલ Says:

  That’s quintessential Rashesh 🙂

 8. Ishani Bhatt Says:

  Tara lekh sathe ek vaat sivaay sammat thau chu, e che ke, manushya j nahi pan badha j praanio jemni mukhya jivan jaruriyat anukrame hava , paani ane khorak che te badha j paani joine anand anubhave che ane jya paani hoy tya bhega pan thaay che. Chaklio ne naanakda pani na khabochiya agal pushal anand karti jovaani mane khubaj majha aave che ( khali lakhva mate nahi kharekhar..) Dhodh jova kadach manushya sivay bija praanio bhega nathi thata ema kadach emno dhodh maateno dar karanbhut hoi shake….Taran khaali etluj ke maatr manushy ja nahi badha j praanio paani joine anande che…abhaar..

 9. પ્રવિણ કે.શ્રીમાળી Says:

  આ દુનિયાની સંસ્કૃતિની શરુઆત નદીનાં કિનારે થઈ. જયાં – જયાં પાણી મળ્યું ત્યાં – ત્યાં માનવ વસવાટ થતો રહ્યો.
  તમે અમેરિકામાં શું કરો છો ? બિઝનેસ કે નૌકરી ? તમારો બ્લોગ મેં વાંચ્યો અને ખુબ ગમ્યો. આપ લખતાં રહો. મળતાં રહેજો અને અમેરિકાનાં તમારાં અનુભવો શેયર કરતાં રહેજો.

  – પ્રવિણ કે.શ્રીમાળી
  http://yuvarojagar.gujaratiblogs.com
  http://kalamprasadi.blogspot.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: