દોડવાની કળા – ૧: ગેરસમજણો

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)

દોડવુ એ એક સાહજીક ક્રીયા છે.  આમ છતા, મેરેથોન માટે જ્યારે લાંબા અંતરની દોડ માટે તૈયારીઓ કરી, ત્યારે ઘણુ નવુ જાણવા મળ્યુ.  દોડવુ એ એક એવી hobby છે કે જે કોઈ પણ જગ્યાએ કરી શકાય, એ માટે કોઈ gym ના સભ્ય થવાની જરુર નથી, કોઈ પણ રુતુમા થઈ શકે, અને એકલા પણ કરી શકાય.  બીજા ઘણા શોખોની સરખામણીમા દોડવાનો શોખ ખર્ચાળ પણ નથી – માત્ર એક જોડી સારા શુઝ અને ઈચ્છાશક્તી જોઈએ.  એટલે ભારતના કીશોરો/યુવાનો/વ્રુધ્ધો માટે દોડવાને હોબી પ્રચલીત/લોકભોગ્ય કરવાની જરુર છે.  એ માટે જરુર છે જાગ્રુતી, awarenessની.  આવા જ કંઈક વીચારોથી પ્રેરાઈને આ લેખમાળાની શરુઆત કરી છે.

તો આજે શરુઆત કેટલીક ગેરસમજણો દુર કરવાથી કરીએ – અને એ પ્રશ્નોત્તરના સ્વરુપે કરીશુ.  આ પ્રશ્નો જુદા જુદા લોકોએ મને પહેલા પુછેલા છે:

૧. શું દોડવાથી લાંબે ગાળે ઘુંટણના દુખાવાની શક્યતા રહે છે? / વધુ પડતુ દોડવાથી “હાડકા ઘસાઈ” જાય?

દોડવાથી arthritis થઈ જાય એવી ગેરસમજણ માથી ઉપજેલી આ માન્યતા છે.  હકીકત એ છે કે ઘણા સંશોધનો એવા તારણ પર આવ્યા છે કે જે લોકો દોડતા હોય, કે અન્ય કસરત કરતા હોય એમને મોટી ઉંમરે આર્થરાઈટીસ થવાની સંભાવના ઓછી થઈ જાય છે.  ઉપરાંત, આપણા હાડકા કંઈ ધાતુના તો બનેલા નથી, કે તેમા ઘસારો થાય!  ઉલટુ, કસરત કરવાથી, અને યોગ્ય ટ્રૈનીંગ લેવાથી સ્નાયુઓ અને હાડકા વધુ મજબુત બને છે.

૨. મેરેથોનની દોડમાં તમે વચ્ચે ઉભા રહી શકો / ચાલી શકો?

મેરેથોનનુ કુલ અંતર ૨૬.૨ માઈલ (૪૧.૯૨ કીમી) છે.  માનવ શરીર આટલી લાંબી દોડ સતત દોડવા માટે રચાયું નથી, એટલે વચ્ચે થોડા-થોડા સમયે ચાલવુ / ઉભા રહેવુ એ સામાન્ય છે.  અલબત્ત, સ્પર્ધાત્મક ખેલાડીઓ તો સળંગ દોડતા જ હોય છે, પણ બાકી બધા લોકો માટે run/walk stretegy જ સારી પડે.  આમ પણ પાણી કે અન્ય પીણાં પીવા માટે ઉભા તો રહેવું પડે જ.

૩. મેરેથોનમા “તમારો કેટલામો નંબર આવ્યો”?

માનો કે ના માનો – ઘણા લોકોએ આ પ્રશ્ન પુછેલો છે.  મેરેથોન એ મોટા ભાગના લોકો માટે સ્પર્ધાત્મક રમત નથી. આખી મેરેથોન સફળતાપુર્વક દોડવી, એ જ એક સીધ્ધી છે.  જાણીતી મેરેથોનમા હજારો લોકો દોડતા હોય છે, અને પહેલા દશ થી કદાચ પચાસેક નંબર વાળા લોકો “નંબર માટે” દોડતા હશે.  બાકી મેરેથોન એ એક તમારી પોતાની નબળાઈઓ સામે જીત મેળવવાની રમત છે.  કોઈ વ્યક્તીએ મેરેથોન દોડેલી હોય તેને પુછવા માટેનો વધુ સારો પ્રશ્ન છે – “તમે કેટલા સમયમાં મેરેથોન દોડ્યા?” 🙂

આજ માટે બસ આટલું જ…

Advertisements

ટૅગ્સ: , ,

4 Responses to “દોડવાની કળા – ૧: ગેરસમજણો”

 1. Nikhil Says:

  Ajab sawaal na gajab jawaab. 🙂
  Jo ke, 2nd and 3rd question (mara jeva) marathon na dodnar maate saahjik chhe.

 2. Shetal Says:

  Hi Mehul, majhaa aave chhe, taara gujarati blog vaachvaani. Jode jode maara gujarati skills improve karu chhu 🙂

 3. Suresh Jani Says:

  અલ્યા ભાઈ ! મારા જેવા ચાલી શકે તો જ ઘણું !!

 4. નિલેશ ભટ્ટ Says:

  હા વાત તો સાચી છે. પણ હવે ભારત મા પણ મેરેથોન થવા માંડી છે. પણ એમા કોઇ ટ્રેઈનર જેવુ કઈ નથી હોતુ. લોકો ને મન ફાવે એમ દોડાદોડી કરી લે છે!! મોટા ભાગે થતી આ મેરેથોન કોઇ ને કોઇ જાગરૂક્તા લાવવા માટે હોય છે. ઍઇડ્સ ની જાગરૂક્તા માટે આવી જ એક મેરેથોન પુને મા યોજાઇ હતી. પણ એમા એવુ હતુ કે સામાન્ય વ્યક્તિ ઓ કે જેઓ દોડ્વીર ના હોય એમના માટે અંતર 5 કિલોમટર જ હતુ..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: