દ. અમેરીકા પ્રવાસ – ભાગ ૩: આર્જેન્ટીના

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)
ભાગ ૧ માટે અહીં ક્લીક કરો
ભાગ ૨ માટે અહીં ક્લીક કરો

પહેલા દીવસે તો આર્જેન્ટીનામાં જંગલ બહુ miss થયું.  આર્જેન્ટીના વધુ દક્ષીણમાં હોવાથી અને Buenos Aires (B.A.) દરીયાથી થોડું દુર હોવાથી ભેજનું પ્રમાણ નહીંવત હતું.  આર્જેન્ટીના બ્રાઝીલ કરતા ઘણુ વધારે વીકસીત અને લગભગ અમેરીકા જેવુંજ જોવા મળ્યુ.  B.A.ની પણ city tour લીધી.  ગાંધીજીનું પુતળુ બ્યુ.એ. મા પણ હતું.  બ્યુ.એ.ને લાટીન અમેરીકાનું પેરીસ કહે છે.  ફુટબોલની પાછલ અહીંના લોકો પણ ઘેલા છે.  ટેંગો નામનું ન્રુત્ય અહીંથી પ્રચલીત થયેલું.  ચીત્ર અને ન્રુત્યને લગતા ઘણા કલાકારો અહીં થઈ ગયેલા, કે અહીં આવીને વસેલા.

બીજા દીવસે silver river નામની નદીના મુખ ત્રીકોણ પ્રદેશમાં ફરવા ગયા.  એ નદી બ્રાઝીલથી અહીં આવે છે, અને બ્યુ.એ. પાસે તેની પહોળાઈ આશરે ૫૦ કી.મી. જેટલી છે!  આ દેશોને પાણીની તો કોઈ કમી જ નથી!

૨૨ ડીસેમ્બર – ઉત્તાર ગોળાર્ધ માટે ટુંકામાં ટુંકો દીવસ.  અમે દક્ષીણ ગોળાર્ધમાં જઈને તેને લાંબામાં લાંબા દીવસમાં પલટી નાખ્યો.  પાણી ઉત્તર ગોળાર્ધમાં ઘડીયાલના કાંટાની વીરુધ્ધ દીશામાં અને દક્ષીણ ગોળાર્ધમાં ઘડીયાલના કાંટાની દીશામાં ફરે છે – પ્રુથ્વીના પરીભ્રમણને કારણે.  સમુદ્રના પ્રવાહોમાટે એ ખરું છે, પણ wash-basin ના પાણી પર પ્રુથ્વીની ગતી કેટલી અસર કરે એ વીવાદાસ્પદ રહ્યું છે.  મે હોટેલમાં કરેલા પ્રયોગોમાં wash-basinનું પાણી મોટા ભાગે clockwise ફરતુ જોવા મળ્યુ – પણ તેનાથી કંઈ સાબીત થતું નથી! 🙂

બ્યુ. એ. માં એક ભારતીય રેસ્ટોરન્ટમાં જમવા ગયા – ઘણું જ સરસ જમવાનું હતું.  બ્યુ.એ. અને આર્જેન્ટીના તેના beef – ગાયના માંસ માટે પ્રખ્યાત છે.  પરંતુ વેજીટેરીયન ખોરાક શોધવો થોડો અઘરો પડે, અને ઉપરથી ભાષાની મુશ્કેલી તો ખરી જ!

ત્રણ દીવસ બ્યુ.એ. મા રહીને આખરે અમે પાછા ફર્યા.  એમેઝોનના વ્યસ્ત કાર્યક્રમ બાદ બ્યુ.એ.માં થોડી નીરાંત રહી.

Advertisements

ટૅગ્સ: , , ,

2 Responses to “દ. અમેરીકા પ્રવાસ – ભાગ ૩: આર્જેન્ટીના”

  1. સુરેશ જાની Says:

    પાણી ઉત્તર ગોળાર્ધમાં ઘડીયાલના કાંટાની વીરુધ્ધ દીશામાં અને દક્ષીણ ગોળાર્ધમાં ઘડીયાલના કાંટાની દીશામાં ફરે છે – પ્રુથ્વીના પરીભ્રમણને કારણે.
    ————————
    આ ખબર ન હતી. અહીં જ જાણવા મળ્યું.

  2. સુનિલ શાહ Says:

    સુંદર વર્ણન…ગમ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: