Grand Canyon ની નજીકથી મલાકાત

Grand Canyon અને તેની આજુબાજુના વીસ્તારોમા હુ ઘણૉ ફરેલો છુ, પણ કેન્યોનના ખોળાને ખુન્દવાનો ક્યારેય મોકો નહોતો મળ્યો.  એ જ રીતે hiking પણ ઘણુ કરેલુ, પણ back-packing  ક્યારેય નહોતુ કર્યુ.  Hiking  એટલે પ્રમાણમા ટુન્કા ગાળાનો પગપાળો પ્રવાસ, જેને ભારતમા trekking કહે છે, જ્યારે backpacking એટલે મોટાભાગે એક કરતા વધુ દીવસો માટે ચાલતા ફરવા જવુ, જે માટે પીઠ પર જરુરી સામાન backapack મા લઈ જવો જરુરી બને છે.  મોટાભાગે જો લક્ષ્ય નક્કીના કર્યુ હોય્ તો પ્રવ્રુત્તી માટે સમય ફાળવી શકાતો નથી, આથી આ વર્ષે Grand Canyonમા backpacking કરવાનુ વર્ષની શરુઆતમા જ નક્કી કરેલુ.

Grand Canyonનો ભૌગોલીક પરીચય

Grand Canyonએ પ્રુથ્વીપરની એક વીશીષ્ઠ કુદરતી અજાયબી છે.  કોલોરાડો નદીએ વર્ષો સુધી કોતરકામ કર્યા બાદ આ એક અદભુત રચનાનુ નીર્માણ થયુ છે – જેને શબ્દોમા સમાવવુ ઘણુ અઘરુ છે.  કેન્યોનની દક્ષીણ તરફની ધાર (rim) ની દર વર્ષે પચાસ લાખ લોકો મુલાકાત લે છે.  ત્યાથી ઉત્તર ની ધાર નુ હવાઈ અન્તર માત્ર ૧૦ માઈલ છે, પરન્તુ car મારફતે જવુ હોય તો ૨૦૦ માઈલનો માર્ગ છે, એટલે ઉત્તરની ધાર મા દક્ષીણ કરતા માત્ર ૧૦% લોકો જ વર્ષે આવે છે.  ધારથી નીચે કોતરો મા camping કે backpacking કરવુ હોય્, તો એ માટેની ખાસ અરજી કરવી પડે છે.  દર વર્ષે આશરે ત્રીસહજાર લોકો backpacking માટે અરજી કરતા હોય છે અને એમાથી અડધા લોકોની અરજી મન્જુર થાય છે.

તૈયારીઓ…

Grand Canyonની આજુબાજુ નો વીસ્તાર રણ છે, પણ ધાર ની પાસે ઉન્ચાઈ ને કારણે હરીયાળી રહે છે (ગુણવન્ત શાહ ની ‘રણતો લીલા છમ્મ’ યાદ આવે છે?)  કેન્યોનની ઉત્તરની ધાર દક્ષીણ કરતા ૨૪૦૦ ફુટ ઉન્ચી છે.  આથી 15 May સુધી હીમ વર્ષાને લીધે બન્ધ રહે છે.  જુનના પહેલા સપ્તાહ મા જવા માટે અમે ચાર મહીના પહેલા, Februaryમા અરજી કરી, જે નસીબજોગે છ વ્યક્તીઓ માટે મન્જુર થઈ ગઈ.  માર્ચ, એપ્રીલ અને મે મહીના મા backpackingની તૈયારીઓ કરી.  પોતાના શરીર ના બન્ધાને અનુરુપ સારો backpack પસન્દ કરવો એ પણ લગભગ એક કળા છે.  તમારા વજનના વધુ મા વધુ ૩૦% જેટલુ વજન તમે backpackમા લઈ જઈ શકો.  બે-ત્રણ દીવસ (કે વધુ) જન્ગલમા રહેવા માટે નો બધો જ સામાન, ઓછા વજન વાળો લઈ જવો પડે.  જમવા માટે શુ લઈ જવુ એ બાબતની પણ મુન્ઝવણ હતી.  અરુણ શર્મા નામના એક મીત્રનો અનુભવ અને મદદ ઘણી કામ મા આવી.  આખરે ૬ જુને અમે Grand Canyonને માણવા તૈયાર હતા…

પ્રવાસ વર્ણન

Friday, June 6th, 2008: સાન્જે ૭ વાગ્યે San Jose, Californiaથી Phoenix, Arizona જવા માટે મીત્રો – કમલ અને વન્દના – સાથે રવાના.  રાત્રી રોકાણ Phoenixમા એક મીત્ર ના ઘરે.

Saturday, June 7th: સવારે ૬:૩૦ વાગ્યે ભાડાની ગાડીમા Phoenixથી South Rim અન્દાજે સાડા ચાર કલાક મા.  South Rimમા જમીને, car park કરી, “Grand Canyon Trans-shuttle”મા ઉત્તરની ધાર તરફ જવા રવાના.

પાન્ચ કલાક બાદ ઉત્તરની ધારે મોટેલ મા છેલ્લી તૈયારીઓ, અને ધાર પરથી સુર્યાસ્ત દર્શન..

Sunday, June 8th:
– Backpacking નો પહેલો દીવસ
– ૮૨૫૦ ફુટની ઉન્ચાઈથી સવારે ૬:૦૦ વાગ્યે શરુ કરી, ૧૪ માઈલનુ અન્તર કાપી, આશરે ૬,૦૦૦ ફુટ ઉન્ચાઈ ગુમાવીને સાન્જે ૪ વાગ્યે કોલોરાડો નદી પાસે પહોન્ચ્યા.
– Ribbon Fall નામના ધોધ ને પેટ ભરીને માણ્યો.  પહેલી વાર ધોધ ની પાછળ જવાનો મોકો માણ્યો.
– કોલોરાડો નદીમા તરવાની મોજ માણી, બે વખત સાપ ના  દર્શન થયા – એમાથી એક તો rattle snake હતો.
– રાત્રે ખુલ્લામા સુવાનો આનન્દ મણ્યો.

Monday, June 9th:
– ચઢાણ શરુ થયુ, અન્તર ઓછુ કાપ્યુ – ૪.૫ માઈલ નુ અન્તર કાપીને Indian Garden camp site પર પહોન્ચ્યા.
– વીજળી, કે બીજી કોઈ પણ આધુનીક સગવડો વગરનો બીજો દીવસ.  ઘણા સમય પછી બપોરે ફુરસતનો સમય મળ્યો, કે જેમા કોઈ કામ કરવાનુ ના હોય!
– રાત્રે આકાશ દર્શન કર્યુ.

Tuesday, June 10th:
– બાકીનુ ૪.૫ માઈલ નુ ચઢાણ સવારે ૬:૩૦ વાગ્યે શરુ કર્યુ.
– સવારે ૧૦:૩૦ વાગ્યે દક્ષીણની ધાર પર પહોન્ચીને યાત્રા ની સમાપ્તી કરી.
– દક્ષીણ તરફથી કેન્યોનના અદભુત દ્ર્શ્યો જોવા મળ્યા..
– Car મારફતે Phoenix પહોન્ચી, સાન્જે San Jose તરફ હવાઈમાર્ગે રવાના.

ભાગ-૨ મા ફરીશુ વીચારો ના વ્રુન્દાવન મા…

Advertisements

ટૅગ્સ:

10 Responses to “Grand Canyon ની નજીકથી મલાકાત”

 1. Chirag Patel Says:

  ભલે પધાર્યા! ખુબ સરસ શરુઆત.

  લખાણમાં થોડીક ભુલો અનુભવે નીવારી શકાશે (ખાસ કરીને અનુસ્વારની).

  સાથે પીક્ચરની લીંક મુકી દીધી હોત તો કેક પરનું આઈસીંગ…

 2. jugalkishor Says:

  આ નવા પ્રયોગમાં આપનું ઉત્સાહ અને ભાવભર્યું સ્વાગત કરું છું !

  આશા રાખીશ અને પ્રાર્થના કરીશ કે આપના થકી ગુજરાતીની સેવા સુપેરે થશે.

  ધન્ય.

 3. સુરેશ જાની Says:

  મારા હાર્દીક અભીનંદન … અમ આરી 1988 ની સફર યાદ આવી ગઈ. પણ અમે તો એક રાત જ ત્યાં રહ્યાં હતાં. જતી આવતી બન્ને વખતે માત્ર દસેક સીટનું ટચુકડું પ્લેન હતું એટલે કેન્યનની વચ્ચેથી ઉડ્યા હતા.
  આમ જ મજાનાં પ્રસંગો આપતો રહેજે.

 4. sunil shah Says:

  ગુજરાતી બ્લોગ જગતમાં તમારું સ્વાગત છે.

 5. Nilesh Says:

  અદભૂત! Are you using Gujarati keyboard for typing these things?

 6. uttung Says:

  ચીત્રોની link આ રહી: http://public.fotki.com/mehul-asha/grand-canyon-rim-to-rim/

 7. Dr Nishith N Dhruv Says:

  गुजराती ब्लॉगना वीश्वमां तमारा पदार्पणने वधावता आनन्द थाय छे. प्रयासो अवीरत चालु राखो अने वीचार तथा वर्णनोनो भण्डार खोली नाखो!
  नीशीथ

 8. Anonymous Says:

  Bahuj saras. hardik abhinandan. tamari kaink navu karavani kamanao Bhagawan hamesha paar pade evi subhechhao.

 9. સુરેશ જાની Says:

  links
  http://en.wikipedia.org/wiki/Grand_Canyon

  http://www.bobspixels.com/kaibab.org/geology/gc_geol.htm

 10. Chirag Patel Says:

  Mehul, when is the next update?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: